
નમશ્કાર,
હવે આજે એક એવા વિષય ઉપર વાત કરવી છે જેને લક્ષ મા રાખી ને આપણે જીવન જીવી રહ્યા છીયે, જેના પર આખી દુનીયા નભી રહી છે, એમ કહિએ તો કંઇ ખોટુ નથી કે માણસ આખી જીંદગી એની આજુબાજુ ફર્યા કરેછે, કોઇ એને મેળવેછે , કોઇ એને દુર થી જ જોઇ ને રાજી થાય છે , એને મેળવવા માટે ના ઘણા બધા રસ્તા છે કોઇ એને “લક” કહે કહે છે અને કોઇ એને “હાર્ડવર્ક” કહેછે.
દોસ્તો આપણે સફળતા ની વાત કરી રહ્યા છીએ. “ સફળતા” આ શબ્દ આપણે સહુ એ પ્રાથમિક શાળા ના શિક્ષણ દરમિયાન સૌ પ્રથમ સાંભળ્યો હશે, ત્યારથી જેણે જેવી ગંભીરતા થી એ શબ્દ ને લીધો હશે , જેવી ગંભીરતા થી એને વીષે વીચાર્યુ હશે , એવુ પરીણમ આપણને મળ્યુ હશે, આપણે ફક્ત બીજા ની સાફળતા જોઇ ને રાજી રહ્યા છીએ, બીજા ની સફળતા ની વાતો કરવી આપણ ને ગમે છે, એવુ આપણે કોઇ દીવસ વીચાર્યુ કે થોડો ઘણો હુંયે આઘોપાછો થાઉ , ભગવાને આટ્લો સરસ માનવ અવતાર આપ્યો છે, તો ચાલો એને સાર્થક કરી ને બતાવીએ. તેત્રીસ કરોડ યોની મા જન્મ લીધા પછી જે માનવ અવતાર મળે છે. એને આપણે આમ ને આમ પાન ના ગલ્લે , ગામ ના ઓટ્લા ભાંગવા માં ને બીજા ની નીંદા કરવામાં જ કાઢશો ?
બહુ જાજુ આપણે દીમાગ દોડાવુ નથી ફક્ત એટલુ જ વીચારો કે આજે તમે જ્યાં પણ બેઠા છો, જે પણ ધંધા મા કે નોકરીમા છો , એ ગઇ કાલે લીધેલા તમારા જ નીર્ણય નુ પરીણામ છે. ગઇ કાલે તમે કોઇ એવો નિર્ણય લીધેલો કે જેના લીધે અત્યારે તમે જે જગ્યા એ છો એ સ્થાન પામ્યા છો. યાદ કરો આપણા જીવન ઘડતર ના શરૂઆત ના પચીસ વર્ષ તમે શું નીર્ણય લીધેલા કે જેની અસર આટલાવર્ષો પછી અત્યારે તમને સમજાય છે, નવમુ પાસ કર્યા પછી દસમા મા વીષય પસંદ કરતી વખતે આપણે તક્લીફ લીધી તી ? 12 મા ઓછા માર્ક્સ આવ્યા ત્યારે પસ્તાવો થયો તો કે સાલુ કોલેજ મા ધ્યાન રાખવુ પડ્શે ? વીચાર્યુ તુ કે કોલેજ પાસ કરી ને જી.પી.એસ.સી ની તૈયારી કરશુ ! ! ! દીલ થી કહેજો સાચા અર્થ મા તૈયારી થઇ તી ?
. . .જોયુ જાશે. . . !!! દોસ્ત જોવા માટે કોઇ આવવાનુ નથી , આપણે જ જોવાનુ છે અને જોઇ રહ્યા છીયે , એક કહેવત છે કે “ પચીસ વર્ષ ની સજા તો પંચોતેર વર્ષ ની મજા ને પચીસ વર્ષ ની મજા તો પંચોતેર વર્ષની સજા “ , બહુ સાદુ ગણીત છે!
થોડોક ટાઇમ કાઢીને તમારા પોતાના માટે પાંચેક મીનીટ વીચારી જુઓ , કે આ દોડભાગ ની દુનીયા મા આપણી નાવડી કઇ બાજુ જાયછે, પ્રભુ એ આપણ ને ઘણો બધો સમય આપ્યો છે જીવન ઘડ્તર માટે, આપણે એનો કેટ્લો ઉપયોગ કર્યો ? આપણે ભગવાન ને દોષ દેવાનો નથી કે પ્રભુ તે કઇ જગ્યા એ અવતાર આપ્યો , માનવ આવતાર આપ્યો એ જ મહત્વ ની બાબત છે,
તાકાત હોય તો તમારી રીતે લડી લ્યો ? ? ? મગજ નથી આપ્યુ ભગવાને ? હાથ-પગ નથી આપ્યા ? , પૈસો એતો દુન્યવી વસ્તુછે મનુષ્ય ઉપાર્જીત છે , જે અમૂલ્ય વસ્તુ છે એની કોઇ કીંમત આપણ ને સમજાતી નથી, મનુષ્ય અવતાર ને આપણે એવી રીતે વેડફી રહ્યા છીએ કે જાણે વાંદરા ના હાથ મા જો હીરા ઝવેરાત આપી દીધા હોય તો એની જે દશા થાય એવી દશા આપણા જીવન ની કરી છે.
મગજ ની કીંમત જાણવી હોય તો મંદ બુદ્ધી ના બાળકો ની શાળા મા એક ચક્કર મારી જુઓ , મંદ બુદ્દ્ધી ના બાળક જોડે પાંચ મીનીટ બેસી જુઓ , ધન્ય ધન્ય થઇ જશો એ વીચારી ને કે, હે ભગવાન તારો આભાર કે મને આટ્લુ સુંદર દીમાગ આપ્યુ કે હુ સારૂ-નરસુ વીચારી શકુ છુ. મારી આગળ ની જીંદગી કેમ સુધારવી એની ગણતરી માંડી શકૂ છુ.
હાથ પગ ની કીંમત જાણવી હોય તો , એકાદ દીવસ લાકડા ની ઘોડી ઉપર ચાલી જુઓ , કાં તો ક્યારેક ભાંગી જુઓ , જ્યારે ડો. પ્લાસ્ટર ઓફ પેરીસ નો પાટો બાંધે , ત્યારે આપણે દીવસો ગણતા હોઇ એ છીયે , પાટો ક્યારે છોડશે ? એક દીવસ જો હાથપગ બંધાઇ જાય તો આપણ ને એની કીંમત સમજાઇ જાય છે.
માનવ અવતાર એ ખુબજ મહત્વ ની બાબત છે, કેન્સર કે થેલેસેમીયા ના દર્દી ને પુછી જોજો કે ભાઇ તને આ રોગ ન થયો હોત તો તારી શું કરવાની ઇચ્છા હતી. ભગવાન જ્યારે કાઉન્ટ-ડાઉન ચાલુ કરી દે છે ત્યારે સમજાય છે, કે રેજે ભગવાન હજી તો મારે ઘણા બધા કામ કરવાના બાકી છે ! ! ! ! ! ! પતી ગયુ !
પ્રાણીઓ વીચારી શક્તા નથી , આપણુ સારુ નરસુ શું છે એ આપણે વીચારી શકીયે છીયે , ડુક્કર ને કીચડમા મજા આવેછે , એને તમે સારી જગ્યા એ બેસાડો , છતાયે એ કિચડ મા જઈ ને સુઇ જશે, આપણ ને કઇ જગ્યા એ બેસવુ છે એની ખબર છે, હુ શું કરુ તો મારા કુટુંબ નુ ભલુ થાય ? મારા ક્યા પ્રયત્નો થી મારૂ અને મારા કુટુંબ નુ જીવન ધોરાણ સુધરી જાય એની ખબર છે, આ બધુ જાણતા હોવા છતા જો હુ ડુક્કરની જેમ કીચડ મા બેસી રહુ તો મારા મા ને એના મા કોઇ ફર્ક જ ન કહેવાય, ભગવાને મનુષ્ય અવતાર આપ્યોછે તો એનો ફાયદો ઉઠાવો, પોતાના માટે , કુટુંબ માટે , સમાજ માટે , જો તમે એ ભ્રમ મા રેહ્તા હોય કે આપણે તો ખઇ પી ને ટેશ કરીયે છીયે, તો હજી થોડુ શાંતી થી વીચારી જુઓ તમે ટેશ કોને કહો છો ? “ ટેશ” ની પરીભાષા બધા માટે અલગ અલગ હોય છે. ડુક્કર ને કીચડ “ટેશ” લાગેછે, સ્વાન ને માંસ મળે ત્યારે ટેશ લાગેછે. ફક્ત ખાવા પીવા જેટલુ કમાવુ એ “ટેશ” નથી. એટલુ તો બધાય આજે કરી લે છે, આજના જમાના મા ભીખારી પણ ક્યાં ભુખ્યા મરે છે ? એનેય ખાવા પીવા નુ એમનામ થઇ જાય છે.
ભગવાને આટ્લુ સરસ દીમાગ આપ્યુ છે , બીજા ના દોશ આપણને તુરંત જ દેખાય છે , તો એમાં આપણી થોડી બુરાઇ જોશો તો ખબર પડશે કે ક્યાં સુધારા વધારા કરવાની જરૂર છે , તો આગળ નુ મારૂ જીવતર સુધરી જાય.
જો હું મારા માટે બે વાત સારી વીચારૂ , અને એનો મારા પોતાના જ સારા માટે અમલ કરૂ , તો જે તેત્રીસ કરોડ યોનીમા જન્મ લીધા પછી જે “ માનવ અવતાર “ મળેલ છે, એને હું થોડો ઘણો સર્થાક કરી બતાઉં.
ભગવાને કેટ્લી સરસ પ્રુથ્વી બનાવી છે, તાકાત હોય તો તમે એટ્લુ કમાઓ કે તમે કે તમારૂ ફેમીલી પ્રભુ ની આ સુંદરતા ના દર્શન કરી શકો , એવી વર્લ્ડ ટુર કરી શકો, દુનીયા ને જાણી શકો માણી શકો. અને આજના જમાનાના સ્ટેટસ પ્રમાણે તમારા કુટુંબ માટે ગાડી , બંગલો કે એવી સુખરૂપ સંપતી નુ નીર્માણ કરી શકો. સમય ઘણો બધો છે આપણી પાસે, એક એક દીવસ આપણે કઇ બાજુ જઇ રહ્યા છીએ એ બતાવે છે. રીસોલ્યુશન આપણે ઘણા બધા લેતા હોઇએ છીએ , પણ એનો અમલ એ જ સ્ફુર્તી થી કરતા નથી , રીસોલ્યુશન નો પાવર થોડો સમય સુધી રહે છે, પછી ભાગદોડ મા ક્યા ખોવાઇ જાય છે એની ખબર રહેતી નથી , મન ચંચળ છે અમુક સમયાંતરે તમારે સારા સાહીત્ય , સારા વીચારો નો ડોઝ આપતા રેહવુ પડે છે, જેમ આપણા શરીર ને સમયે સમયે ખોરક ની જરૂર પડે છે એવી રીતે મન ને પણ પાવર મા રાખવા માટે આપણે થોડા થોડા સમયે ગોષ્ઠી કરતા રેહવૂ જોઇએ, ગાંધીજી કેહ્તા કે “ પ્રાર્થના એ મન નો ખોરાક છે” , આ તનાવ અને ભાગદોડવાળી જીંદગી મા પહેલા ના સમય કરતા અત્યાર ની લાઇફ-સ્ટાઇલ વધારે સ્ટ્રેસ્ફુલ છે, જો દરરોજ આપણે પોતાના માટે ફક્ત પાંચ મીનીટ કે દશ મીનીટ જે પણ ભગવાન ને કે માતજી ને માનતા હોઇએ , પ્રાર્થના મા બેસીજુઓ મન વધારે મજ્બુત બનશે, મક્કમ નીર્ણયો લેવા માટે મન મજ્બુત જોઇએ, બાકી સારા વીચરો કરવા, સ્વપન જોવાકોને નથી ગમતુ ? સારૂ તો બધા ને ગમે જ છે, પણ આપણે અમલ કરવામા જ પાછા પડી એ છીએ, સ્વપ્ન જોવાકે સારાવીચારો કરવા એ પુરતુ નથી, એનાથી બે ડગલા આગળ ચાલીને, એનો નકશો બનાવવો પડે, જો તમારે સારા જીવનઘડ્તર નુ નીર્માણ કરવુ હોય ,તો જેમ કોઇ ભવ્ય બીલ્ડીંગ કે સ્થાપત્ય ના નીર્માણપહેલા એનો નકશો બનાવવો પડે એમ , એમ આપણે પણ મન મા આપણી આવતીકાલ નો નકશો હોવો જોઇએ. . . . . છેલ્લે એક શેર આપની સમક્ષ રજુ કરુ છુ.
“ સફળતા જીંદગી ની હસ્તરેખા માં નથી હોતી , ચણાયેલી ઇમારત એના નકશા મા નથી હોતી “
Jaymataji Drar Brother,
ReplyDeleteTamara Vicharo jani khali anannd nathi thayo pan garva pan thyo 6e kem ke.sara kary karva mate sara vichar joyi ye ane sara vichar karva sara sanskar nu sinchn. je aape anhi vicharo raju karya 6e tema 6e.biju
ke vykti pote 'growth' karva mathe ema navayi nathi pan jyare e bahola varg vishe vichare tyare e "muthi unchera manavi " sabit thay 6e.
anhi aap na vicharo ma rajputi kahmair dekhay 6e.congratulation for take this vice step.
"janni jan to tran janje ka data ka bhakta ne ka sur nahi to reje vanjni pan mat gumavish taru nur"
jaymataji